Thursday, March 29, 2018

ઝગમગતા તારલા નું મંદિર

ઝગમગતા તારલા નું મંદિર  હોજો  ,એમાં મારા શ્રીજી બાવા નું સ્વરૂપ હોજો ,

એવા સુંદર  શ્રીજીબાવા ના દર્શન હોજો . ઝગમગતા  તારલા નું

અમે અમારા શ્રીજી બાવા ને મંદિર માં પધરાવીશું ,

મંદિર નહી મળે તો  અમે   ઝાંપી માં પધરાવીશું ,

ઝાંપી થી સુંદર  હ્રદય   હોજો , એમાં મારા શ્રી જી બાવા ની ખુશી હોજો .

અમે અમારા શ્રીજીબાવા ને  કેસર સ્નાન  કરાવીશું ,

કેસર  નહી મળે  તો અમે ચંદન સ્નાન કરાવીશું ,

ચંદન થી સુંદર  જમુના જળ  હોજો , એમાં  મારા શ્રીજી બાવા ની ખુશી હોજો.

અમે અમારા શ્રી જીબાવા ને  સોના થી સજાવીશું ,

સોનું નહી મળે  તો અમે  રૂપું  ધરાવીશું ,

રૂપા થી સુંદર મોતી  હોજો , એમાં  મારા શ્રીજી બાવા ની ખુશી  હોજો .

અમે અમારા શ્રી જી બાવા ને ફૂલો થી  સજાવીશું ,

ફૂલો નહી મળે તો અમે  કળીઓ  થી સજાવીશું ,

કળીઓ થી સુંદર  તુલસી  હોજો ,એમાં મારા શ્રી જી બાવા ની ખુશી હોજો .

અમે  અમારા  શ્રીજીબાવા ને  મેવા મીઠાઈ ધરાવીશું ,

મેવા નહી મળે તો અમે  માખણ  ધરાવીશું ,

માખણ થી સુંદર  મીસરી હોજો , એમાં  મારા શ્રીજીબાવા ની ખુશી હોજો .

અમે અમારા  શ્રીજીબાવા ને  ચોપાટ  ખેલાવીશું ,

ચોપાટ  નહી આવડે તો  અમે  ગેડી દડો ખેલાવીશું ,

ગેડી દડા થી સુંદર આંખ મિચોલી  હોજો  ,એમાં  મારા શ્રીજીબાવા ની ખુશી હોજો .

અમે  અમારા શ્રીજીબાવા ને  નૃત્ય થી રીઝાવીશું ,

નૃત્ય નહી આવડે  તો અમે  કીર્તન સંભળાવીશું ,

કીર્તન થી સુંદર  કાલાવાલા  હોજો ,એમાં મારા શ્રીજીબાવા ની ખુશી હોજો .

અમે અમારા  શ્રીજીબાવાને સેવા થી રીઝાવીશું ,

સેવા નહી થાય  તો અમે  સ્મરણ થી રીઝાવીશું ,

સ્મરણ થી સુંદર  સત્સંગ  હોજો ,એમાં મારા શ્રીજીબાવા નીખુશી  હોજો

ઝગમગતા તારલા નું મંદિર  હોજો ,

એમાં મારા શ્રીજીબાવા નું સ્વરૂપ  હોજો ,

એવા સુંદર શ્રીજીબાવા ના દર્શન હોજો .

Contact

Contact details

Address:

Hawai Chowk, Opp. Hatakeshwar Mahadev Temple, Joishar Appartment, Jamnagar

Work Time:

Monday - Saturday from 9am to 5pm

Phone:

+919879895396