Sunday, April 8, 2018

ઓઢી નવરંગ ચુંદડી

ઓઢી નવરંગ ચુંદડી પાયે ઝાંઝરનો ઝણકાર (2)
માંડવામાં આવ્યા મલપતાં-મલપતાં-મલપતાં

બેનીએ સાડી પહેરી છે સવા લાખની,
બેનીએ સેલા પહેયાર છે મોંઘા મૂલના
તોય બેનીને ઘરચોળાનો શોખ,
બેનીને પાનેતરનો શોખ... માંડવામાં.....

બેનીએ હાર પહેયોર છે સવા લાખનો,
બેનીએ હાંસડી પહેરી છે મોંઘા મૂલની,
તોય બેનીને વરમાળાનો શોખ... માંડવામાં.....

બેનીએ ચુડલો પહેયોર છે સવા લાખનો,
બેનીએ બંગડી પહેરી છે મોંઘા મૂલની,
તોય બેનીને મીંઢોળનો શોખ... માંડવામાં.....

Contact

Contact details

Address:

Hawai Chowk, Opp. Hatakeshwar Mahadev Temple, Joishar Appartment, Jamnagar

Work Time:

Monday - Saturday from 9am to 5pm

Phone:

+919879895396