Sunday, April 8, 2018

કોઈ આપે સોના દાન

કોઈ આપે સોના દાન, કોઈ આપે રૂપા દાન,
કોઈ આપે દિકરીના દાન, જતન કરી સાચવજો,
હે.... જતન કરી સાચવજો,

અમારે તો.......
અમારે તો નનનનનભાઈ હૈયાના ભોળા, (પિતા)
દઈ દિધા દિકરીના દાન, જતન કરી સાચવજો,
હે.... જતન કરી સાચવજો, કોઈ....

અમારે તો.......
અમારે તો નનનનનબેન મનડા ભોળા, (માતા)
દઈ દિધા લાડકડીના દાન, જતન કરી સાચવજો,
હે.... જતન કરી સાચવજો, કોઈ....

અમારે તો.......
અમારે તો નનનનનન્જાઈ દિલડા ભોળા, (કાકા)
દઈ દિધા ભત્રીજીના દાન, જતન કરી સાચવજો,
હે.... જતન કરી સાચવજો, કોઈ....

અમારે તો.......
અમારે તો નનનનનભાઈ મોસાળુ લઈ આવ્યા, (મામા)
દઈ દિધા ભાણેજડીના દાન, જતન કરી સાચવજો,
હે.... જતન કરી સાચવજો, કોઈ....

Contact

Contact details

Address:

Hawai Chowk, Opp. Hatakeshwar Mahadev Temple, Joishar Appartment, Jamnagar

Work Time:

Monday - Saturday from 9am to 5pm

Phone:

+919879895396