Sunday, April 15, 2018

ઘરમાંથી નિસરો

ઘરમાંથી નિસરો, સોહય રંગ સુંદરી,
વરરાજા જુએ બારે વાટડી રે.

હુંરે કેમ નિસરૂ મારી સાસુના જાયા
અમને અમારા દાદા દેખશે રે..
તમારા દાદાને રૂડી શીખ જ દેશું
પછી રે મોટાની કન્યા પરણશુંરે. ઘરમાંથી...

હુંરે કેમ નિસરૂ મારી નણંદીના વીરા
અમને અમારા કાકા દેખશે રે..
તમારા કાકાને રૂડી શીખ જ દેશું
પછી રે મોટાની કન્યા પરણશુંરે. ઘરમાંથી...

હુંરે કેમ નિસરૂ મારી સાસુના જાયા
અમને અમારા મામા દેખશે રે..
તમારા કાકાને રૂડી શીખ જ દેશું
પછી રે મોટાની કન્યા પરણશુંરે. ઘરમાંથી...

Contact

Contact details

Address:

Hawai Chowk, Opp. Hatakeshwar Mahadev Temple, Joishar Appartment, Jamnagar

Work Time:

Monday - Saturday from 9am to 5pm

Phone:

+919879895396