Saturday, March 24, 2018

કંકુ છાંટી કંકોતરી મોકલો (લગ્ન લખતી વખતે)

કંકુ છાંટી કંકોતરી મોકલો
એમાં  લખજો  અમીબેનનાં નામ રે લગન આવ્યાં ઢૂંકડાં

બેનના દાદા આવ્યા ને દાદી આવશે
બેનના  માતાનો  હરખ  ન માય રે લગન આવ્યાં ઢૂંકડાંબેનના કાકા આવ્યા ને કાકી આવશે
બેનના  ફૈબાનો  હરખ  ન માય રે લગન આવ્યાં ઢૂંકડાં

બેનના મામા આવ્યા ને મામી આવશે
બેનના માસીબાનો હરખ ન માય રે લગન આવ્યાં ઢૂંકડાં

બેનના વીરા આવ્યા ને ભાભી આવશે
બેનની  બેનીનો  હરખ  ન  માય રે લગન આવ્યાં ઢૂંકડાં

Contact

Contact details

Address:

Hawai Chowk, Opp. Hatakeshwar Mahadev Temple, Joishar Appartment, Jamnagar

Work Time:

Monday - Saturday from 9am to 5pm

Phone:

+919879895396