Saturday, March 24, 2018

પહેલું પહેલું મંગળિયું / સપ્તપદી

પહેલું પહેલું મંગળિયું વરતાય રે
પહેલે મંગળ ગાયોનાં દાન દેવાય રે
અગ્નિદેવની સાક્ષીએ ફેરા ફરાય રે
બન્ને પક્ષે આનંદ અતિ ઊભરાય રે

બીજું બીજું મંગળિયું વરતાય રે
બીજે  મંગળ રૂપાનાં દાન દેવાય રે
માંડવડામાં મંગળ ગીતો ગવાય રે
સૌને  હૈયે  અતિ હરખ ન માય  રે

ત્રીજું ત્રીજું મંગળિયું વરતાય રે
ત્રીજે મંગળ સોનાનાં  દાન દેવાય રે
અગ્નિદેવની સાક્ષીએ ફેરા ફરાય રે
બન્ને પક્ષે આનંદ અતિ ઊભરાય રે

ચોથું ચોથું મંગળિયું વરતાય રે
ચોથે મંગળ કન્યાનાં દાન દેવાય રે
ફૂલડાં કેરી ફોરમ બધે પ્રસારાય રે
શુભ દિન આજે શુકનનો કહેવાય રે

Contact

Contact details

Address:

Hawai Chowk, Opp. Hatakeshwar Mahadev Temple, Joishar Appartment, Jamnagar

Work Time:

Monday - Saturday from 9am to 5pm

Phone:

+919879895396