Saturday, March 24, 2018

વીરો મારો ઝગમગ ઝગમગ થાય

ઊંચા ઊંચા બંગલા બંધાવો
એમાં કાચની બારીઓ મેલાવો
કે વીરો મારો ઝગમગ થાય

જીગરભાઈ મારે મનડાંના મીઠાં
એના દાદાને દરબારમાં દીઠાં
કે વીરો મારો ઝગમગ થાય

જીગરભાઈ મારે મનડાંના મીઠાં
એના કાકાને કચેરીમાં દીઠાં
કે વીરો મારો ઝગમગ થાય

જીગરભાઈ મારે મનડાનાં મીઠાં
એના મામાને મહોલાતુંમાં દીઠાં
કે વીરો મારો ઝગમગ થાય

જીગરભાઈ મારે મનડાંના મીઠાં
એના વીરાને વાડિયુંમાં દીઠાં
કે વીરો મારો ઝગમગ થાય

Contact

Contact details

Address:

Hawai Chowk, Opp. Hatakeshwar Mahadev Temple, Joishar Appartment, Jamnagar

Work Time:

Monday - Saturday from 9am to 5pm

Phone:

+919879895396