Sunday, April 1, 2018

અમે રે લીલુડા વનની ચરકલડી

દાદાને આંગણ આંબલો, આંબલો ઘેર ગંભીર જો
એક રે પાન મેં તો ચૂંટિયું, દાદા ન દેજો ગાળ જો

દાદાને આંગણ આંબલો, આંબલો ઘેર ગંભીર જો
એક રે પાન મેં તો ચૂંટિયું, દાદા ન દેજો ગાળ જો
દાદાને આંગણ આંબલો

અમે રે લીલુડા વનની ચરકલડી, ઊડી જાશું પરદેશ જો
આજ   રે  દાદાજીના  દેશમાં,    કાલ  જાશું  પરદેશ જો
દાદાને આંગણ આંબલો

દાદાને વહાલા દીકરા, અમને દીધા પરદેશ જો
દાદા  દુઃખડા  પડશે   તો  પછી  નવ  બોલશું
દાદા રાખશું મૈયરાની લાજ જો
દાદાને આંગણ આંબલો

દાદા દિકરીને ગાય સરીખડાં
જેમ  દોરે  ત્યાં તો  જાય  જો
દાદાને આંગણ આંબલો, આંબલો ઘેર ગંભીર જો
દાદાને આંગણ આંબલો

Contact

Contact details

Address:

Hawai Chowk, Opp. Hatakeshwar Mahadev Temple, Joishar Appartment, Jamnagar

Work Time:

Monday - Saturday from 9am to 5pm

Phone:

+919879895396