Sunday, April 1, 2018

સોના વાટકડીમાં કંકુ ઘોળાવો


સોના વાટકડીમાં કંકુ ઘોળાવો નર ને નાર રે
ઊડતો ઊડતો  જીયાવર પોપટ  બેઠો તોરણે

સજ   જો   રે   ઘરની   મેનાને    શણગાર  રે
ઊડતો ઊડતો  જીયાવર પોપટ  બેઠો તોરણે

સોના વાટકડીમાં કંકુ ઘોળાવો નર ને નાર રે
ઊડતો ઊડતો  જીયાવર પોપટ  બેઠો તોરણે

અક્ષર   અક્ષર  પરોવતા   મંગળતા   કોતરી
કંકુ   છાંટીને    આજ    લખી    રે   કંકોતરી

તેડાવો  રે  મંગલ ગીતો ગાતાં નર  ને નારને
ઊડતો ઊડતો  જીયાવર પોપટ  બેઠો તોરણે

કંકુને   પગલે  પગલે  પ્રભુતા   પગ  માંડશે
જીવનના   સાથિયામાં    ઈન્દ્રધનુ   જાગશે

રેલાવો    રે    રંગોળીમાં     રંગ     ધાર    રે
ઊડતો ઊડતો  જીયાવર પોપટ  બેઠો તોરણે

સોના વાટકડીમાં કંકુ ઘોળાવો નર ને નાર રે
ઊડતો ઊડતો  જીયાવર પોપટ  બેઠો તોરણે

Contact

Contact details

Address:

Hawai Chowk, Opp. Hatakeshwar Mahadev Temple, Joishar Appartment, Jamnagar

Work Time:

Monday - Saturday from 9am to 5pm

Phone:

+919879895396