Sunday, April 1, 2018

અમે ઈડરિયો ગઢ જીત્યાં

આજ   મારે   ભર્યાં  સરોવર   છલ્યાં  રે આનંદભર્યાં
આજ મારે માડીના જીગરભાઈ પરણ્યા રે આનંદભર્યાં

આજ મારે પરણીને જીગરભાઈ પધાર્યા રે આનંદભર્યાં
આજ અમે લાખ ખરચીને લાડી લાવ્યાં રે આનંદભર્યાં

આજ અમે ઈડરિયો ગઢ  જીતી આવ્યાં રે આનંદભર્યાં
આજ અમે લાખેણી લાડી લઈ  આવ્યાં રે આનંદભર્યાં

આજ અમારે હૈયે હરખ ન માય આવ્યાં રે આનંદભર્યાં
આજ   મારે   ભર્યાં   સરોવર  છલ્યાં  રે આનંદભર્યાં

Contact

Contact details

Address:

Hawai Chowk, Opp. Hatakeshwar Mahadev Temple, Joishar Appartment, Jamnagar

Work Time:

Monday - Saturday from 9am to 5pm

Phone:

+919879895396