Thursday, March 29, 2018

અરજી અમારી સુણો શ્રીનાથજી

હાંરે વહાલા અરજી અમારી સુણો
 શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં     ---હાંરે વહાલા


હાંરે મારા અંત સમયના બેલી
હાંરે હવે મેલો નહિ હડસેલી
હાંરે હું તો આવી ઉભો તમ દ્વારે 
શ્રીનાથજી લઇ જાજે ફર ધામમાં     ----હાંરે વહાલા


હાંરે નાથ કરુણા તણા છો સિંધુ
હાંરે હું તો યાચું છું એકજ બિંદુ
હાંરે એક બિંદુમાં નહિ થાય ઓછું 
 શ્રીનાથજી લઈ જાજે તારા ધામ માં ---- હાંરે વહાલા


હાંરે મારું અંતર લેજો વાંચી
હાંરે મહેંદીમાં લાલી લખાતી હાંરે
હરિ પાને પાને એ પ્રસરી જાતી
શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં  ----હાંરે વહાલા 


હાંરે તને સમજુ ને શું સમજવું
હાંરે કહે તો અંતર ખોલીને બતાવું
હાંરે તારા ભક્તોને એકજ આશ

શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં   ---હાંરે વહાલા 

Contact

Contact details

Address:

Hawai Chowk, Opp. Hatakeshwar Mahadev Temple, Joishar Appartment, Jamnagar

Work Time:

Monday - Saturday from 9am to 5pm

Phone:

+919879895396