Thursday, March 29, 2018

યમુના જળમાં કેસર ઘોળી

યમુના જળમાં  કેસર ઘોળી  સ્નાન  કરાવું  શામળા
હલકે  હાથે   અંગો  ચોળી  લાડ  લડાવું   શામળા
યમુના જળમાં  કેસર ઘોળી  સ્નાન  કરાવું  શામળા

વસ્ત્રે  અંગો  લૂછી  આપું  પીળું  પીતાંબર  પ્યારમાં
તેલ  સુગંધીવાળું  નાખું   વાંકડિયા   તુજ  વાળમાં
યમુના જળમાં  કેસર ઘોળી  સ્નાન  કરાવું  શામળા

કુમકુમ  કેસર તિલક લગાવું  ત્રિકમ  તારા ભાલમાં
અલબેલી  આંખોમાં  આંજુ  અંજન  મારા વા'લમા
યમુના જળમાં  કેસર ઘોળી  સ્નાન  કરાવું  શામળા

હસતી  જાઉં   વાતે   વાતે   નાચી   ઊઠું   તાલમાં
નજર ન લાગે શ્યામસુંદરને ટપકાં કરી દઉં ગાલમાં
યમુના જળમાં  કેસર ઘોળી  સ્નાન  કરાવું  શામળા

પગમાં ઝાંઝર છુમ છુમ વાગે  કરમાં કંકણ વા'લમા
કાનોમાં  કુંડળ  કંઠે  માળા  ચોરે  ચીતડું   ધ્યાનમાં
યમુના જળમાં  કેસર ઘોળી  સ્નાન  કરાવું  શામળા

મોર  મુગટ  માથે  પહેરાવું  મોરલી  આપું  હાથમાં
કૃષ્ણકૃપાળુ નીરખી શોભા વારી જાઉં તારા વ્હાલમાં
યમુના જળમાં  કેસર ઘોળી  સ્નાન  કરાવું  શામળા

દૂધ  કટોરી  ભરીને આપું  પીઓને  મારા  શામળા
ભક્ત મંડળ  નીરખી  શોભા  રાખો ચરણે  શામળા
રાખો ચરણે  શામળા    હો   રાખો ચરણે  શામળા
યમુના જળમાં  કેસર ઘોળી  સ્નાન  કરાવું  શામળા

Contact

Contact details

Address:

Hawai Chowk, Opp. Hatakeshwar Mahadev Temple, Joishar Appartment, Jamnagar

Work Time:

Monday - Saturday from 9am to 5pm

Phone:

+919879895396