Saturday, March 24, 2018

ગુંજે શરણાઈ ઢોલ ત્રાંબાળુ વાગે

ગુંજે શરણાઈ ઢોલ ત્રાંબાળુ વાગે,
ગામની શેરીઓ ગાજે કે આવ્યો રૂડો વરરાજીયો...
રૂડો રૂપાળો છેલ રૂડો રૂપાળો,
લાડકડો લટકાળો કે આવ્યો રૂડો વરરાજીયો...

હે... ઘોડે ચડીને જુઓ આવ્યો છબીલો (૨)
કામણકારો કાન કુંવર કોડિલો (૨)
જો જો નજર નવ લાગે કે આવ્યો રૂડો વરરાજીયો...

હે... મેવાસી મોળિયો મોતી મઢેલો (૨)
કંઠે છે હારલો હીરલે જડેલો (૨)
પેટે કટાર ઝૂલે આજ કે આવ્યો રૂડો વરરાજીયો...

હે... લાખેણી જાન આ તો મોટા જાનૈયા (૨)
ઝાંપે જઇને ઝટ કરજો સામૈયા (૨)
જો જો ઓછું નવ આવે કે આવ્યો રૂડો વરરાજીયો...

Contact

Contact details

Address:

Hawai Chowk, Opp. Hatakeshwar Mahadev Temple, Joishar Appartment, Jamnagar

Work Time:

Monday - Saturday from 9am to 5pm

Phone:

+919879895396