Saturday, March 24, 2018

આ વર-કન્યાનું સુંદર જોડું

આ વર-કન્યાનું સુંદર જોડું અહો પ્રભુજી અમર રહો!
આ વર-કન્યાનું સુંદર જોડું અહો પ્રભુજી અમર રહો!

જ્યારે  પારવતીએ તપ ધરિયાં  ત્યારે શંકર સરખા સ્વામી મળ્યાં
જ્યારે બેનીબાએ તપ ધરિયાં ત્યારે ગુણિયલ રૂડા સ્વામી મળ્યાં

આ વર-કન્યાનું સુંદર જોડું અહો પ્રભુજી અમર રહો!

જ્યારે સીતાજીએ તપ ધરિયાં ત્યારે  રામજી સરખા સ્વામી મળ્યાં
જ્યારે લાડકડીએ તપ ધરિયાં ત્યારે ગુણિયલ  રૂડા સ્વામી મળ્યાં

આ વર-કન્યાનું સુંદર જોડું
અહો  પ્રભુજી   અમર  રહો!
અહો  પ્રભુજી   અમર  રહો!

Contact

Contact details

Address:

Hawai Chowk, Opp. Hatakeshwar Mahadev Temple, Joishar Appartment, Jamnagar

Work Time:

Monday - Saturday from 9am to 5pm

Phone:

+919879895396