Saturday, March 24, 2018

નાણાવટી રે સાજન બેઠું માંડવે

નાણાવટી રે સાજન બેઠું માંડવે, લાખોપતિ રે સાજન બેઠું માંડવે

જેવા    ભરી    સભાના    રાજા,   એવા    વરરાજાના    દાદા
નાણાવટી રે સાજન બેઠું માંડવે, લાખોપતિ રે સાજન બેઠું માંડવે

જેવી     ફૂલડિયાંની     વાડી,    એવી     વરરાજાની     માડી
નાણાવટી રે સાજન બેઠું માંડવે, લાખોપતિ રે સાજન બેઠું માંડવે

જેવા     અતલસના     તાકા,     એવા    વરરાજાના     કાકા
નાણાવટી રે સાજન બેઠું માંડવે, લાખોપતિ રે સાજન બેઠું માંડવે

જેવા  લીલુડાં   વનના   આંબા,   એવા    વરરાજાના    મામા
નાણાવટી રે સાજન બેઠું માંડવે, લાખોપતિ રે સાજન બેઠું માંડવે

જેવા    હાર     કેરા      હીરા,     એવા     વરરાજાના     વીરા
નાણાવટી રે સાજન બેઠું માંડવે, લાખોપતિ રે સાજન બેઠું માંડવે

જેવી      ફૂલડિયાંની     વેલી,     એવી     વરરાજાની     બેની
નાણાવટી રે સાજન બેઠું માંડવે, લાખોપતિ રે સાજન બેઠું માંડવે

Contact

Contact details

Address:

Hawai Chowk, Opp. Hatakeshwar Mahadev Temple, Joishar Appartment, Jamnagar

Work Time:

Monday - Saturday from 9am to 5pm

Phone:

+919879895396