Saturday, March 24, 2018

આજ મારે માંડવડે આવી જાન

આજ મારે માંડવડે આવી જાન રઢીયાળી (૨)
ખીલી સોળે કળાએ આજ લાડકડી,
આજ મારે...

વાલી બેનીના સમણા ફળીરે ગયા (૨)
મનના માનેલા માણીગર મળીરે ગયા (૨)
પ્રગટ્યા દિવડા બની રાત અજવાળી,
આજ મારે...

યુગો યુગોની આજે પ્રતિક્ષા ફળી (૨)
જાણે સાગરને એની સરીતા મળી (૨)
ગાવો મંગળ ગીતડા સાહેલડી,
આજ મારે...

લાડો લાખેણો મોંઘેરા જાનૈયા (૨)
લીધા પોખણા કર્યા હેતે સામૈયા (૨)
હરખે હૈયા ને છલકે છે આખલડી,
આજ મારે...

Contact

Contact details

Address:

Hawai Chowk, Opp. Hatakeshwar Mahadev Temple, Joishar Appartment, Jamnagar

Work Time:

Monday - Saturday from 9am to 5pm

Phone:

+919879895396