Thursday, March 29, 2018

ધન્ય એકાદશી

ધન્ય  એકાદશી   એકાદશી કરીએ  તો મહા સુખ પામીએ .

વૈકુંઠ થી ચાલી આવે છે ,રાજા અંબરીશ ને મન ભાવે છે ,

એને  હેત કરી બોલાવે છે .  ધન્ય  એકાદશી .

મારે એકાદશી  ના વ્રત  કરવા છે ,મારે જળ જમના ના ભરવા છે,

મારે વિઠ્ઠલવર ને વરવા છે.ધન્ય એકાદશી .

મારે એકાદશી ના વ્રત  સારા છે,મારા પ્રાણ જીવન ને  પ્યારા છે ,

ને વૈષ્ણવ જન ને વ્હાલા છે .  ધન્ય  એકાદશી.

જેને એકાદશી ના વ્રત  કીધાં છે ,એને  પાંચ પદારથ સીધા છે,

એણે હેતે હરી  ના રસ પીધા  છે.  ધન્ય એકાદશી .

મારે  એકાદશી નકોરડી, શામળિયો  આવે  મારી ઓરડી ,

મારી કાપે છે જ્મ કેરી દોરડી .   ધન્ય એકાદશી

એક રાજ કુંવરી એ વ્રત કીધાં , એના સ્વામી ને પાવન કીધાં ,

એને દાસ જાણી ને દર્શન દીધા .   ધન્ય એક દાસી.

કોઈ બાર માસ ની એકાદશી કરશે  ,તેનાં પુણ્ય તણા  પાના ફરશે ,

એ તો ભવ સાગર તરી જશે .  ધન્ય  એકાદશી.

Contact

Contact details

Address:

Hawai Chowk, Opp. Hatakeshwar Mahadev Temple, Joishar Appartment, Jamnagar

Work Time:

Monday - Saturday from 9am to 5pm

Phone:

+919879895396