Thursday, March 29, 2018

શ્રીજી બાવા દીન દયાળા

શ્રીજી બાવા દીન દયાળા ભક્ત તમારો જાણજો
હરિગુણ ગાતા દોષ પડે તો સેવા અમારી માનજો
હું અપરાધી કાઈ ન સમજ્યો નામ તમારા અપાર છે
દાસ ઉપર દયા કરો તો ગુણ તમારા ગાય છે
ઓ દિન બંધુ ઓ ર દયાળુ પ્રાથના કરું કરગરી
દાસ ઉપર દયા કરો તો ફેરે જન્મના ધરું ફરી
ગૌલોકવાસી વૈકુંઠવાસી બુદ્ધી અમારી સુધારજો
જન્મ મરણના બંધન છુટે એવી ભક્તિ અમને આપજો
અંત સમયે પ્રભુ દયા કરીને દર્શન દેવા આવજો
દાસ ઉપર દયા કરીને ચરણ કમળમાં રાખજો

Contact

Contact details

Address:

Hawai Chowk, Opp. Hatakeshwar Mahadev Temple, Joishar Appartment, Jamnagar

Work Time:

Monday - Saturday from 9am to 5pm

Phone:

+919879895396