ધન્ય શ્રીયમુના, કૃપા કરી, શ્રીગોકુલ વ્રજ સુખ આપજો;
વ્રજની રજમાં અહર્નિશ અમને, સ્થિર કરીને સ્થાપજો... ૧
તમે મોટા છો શ્રીમહારાણી, તમે જીવતણી કરુણા જાણી;
અમને શરણે લેજો તાણી, ધન્ય શ્રીયમુના, કૃપા કરી... ૨
શ્રીવૃન્દાવનની વાટમાં, નાહવું શ્રીયમુનાજીના ઘાટમાં;
વહાલે રાસ રમાડ્યા રાતમાં, ધન્ય શ્રીયમુના, કૃપા કરી... ૩
ચાલો તો થઈએ વ્રજવાસી, પરિક્રમા કરીએ ચોરાસી;
મારા જન્મ મરણની ટળી ફાંસી, ધન્ય શ્રીયમુના, કૃપા કરી... ૪
પધરાવો સાત સ્વરૂપ સેવા, આરોગાવો મીઠા મેવા;
વૈષ્ણવને લાભ ઘણો લેવા, ધન્ય શ્રીયમુના, કૃપા કરી... ૫
શ્રીગોકુલ મથુરાની ગલીઓમાં, મહારાજ મુજને ત્યાં મળીઆ;
મારા જન્મ મનોરથ સફળ થયા, ધન્ય શ્રીયમુના, કૃપા કરી... ૬
નંદજીનો વહાલો વનમાળી, કાલીન્દીને કાંઠે ધેનું ચારી;
વહાલો હસી હસી અમ શું લે તાળી, ધન્ય શ્રીયમુના, કૃપા કરી... ૭
ચાલો તો યમુના નાહિયે, એવા અખંડ વ્રજવાસી થઈએ;
એવી નૌતમ લીલો નિત્ય ગાઈએ, ધન્ય શ્રીયમુના, કૃપા કરી... ૮
સખી સમરોને સારંગપાણી, વૈષ્ણવને વહાલી એ વાણી;
એ લીલા હરિદાસે જાણી, ધન્ય શ્રીયમુના, કૃપા કરી... ૯