ઓ શ્રીનાથજી આવજો તમે, વાટ જોઈ રહ્યા ક્યારના અમે;
અનેક જન્મથી જીવ આથડે, આપ શરણની ખબર ના પડે...
આપ ચરણ તો રુદિયામાં વસે, શ્રીમહાપ્રભુ વિના ક્યાંથી દીસે;
ચરણ શરણ તો આપનું ખરું, જન્મ મૃત્યુનું દુઃખ તો ગયું...
દાસ આપના જો હશે ખરા, જન્મ મૃત્યુથી તે તરી જશે;
દાસ ભાવથી સૌ તરી જશે, દાસ આપના જો ખરા હશે...
દાસ હોય તો કડી ન વિસરે, ભય તજીને સર્વદા ફરે;
દાસ વિઠ્ઠલેશ વિનંતી કરે, ઓ શ્રીનાથજી આવજો તમે...