મંગલ ગીતોનો ગુંજે છે શોર રે…
લગનનો માંડવો...
ઉગ્યો સોનાનો સૂરજ આંગણીએ,
ગૂંજે શરણાઈના સૂર માંડવડે,
હરખે હૈયાંને મલકે છે આંખલડી,
લગનનો માંડવો..
સાજન માજન માંડવે શોભી રહ્યું,
જાનડિયું ને કંઠે ગીત શોભી રહ્યું,
આજે બંધાશે પ્રીતિ નો દોર રે….
લગનનો માંડવો...