Saturday, March 24, 2018

મોર તારી સોનાની ચાંચ

મોર તારી સોનાની ચાંચ... મોર તારી રૂપાની પાંખ
સોનાની ચાંચે રે મોરલો મોતી ચરવા જાય...
રૂપા કેરી પાંખે રે મોરલો મોતી વીણવા જાય...

મોર જાજે ઊગમણે દેશ... મોર જાજે આથમણે દેશ
વળતો જાજે વેવાયુંને માંડવે હો રાજ

વેવાઈ મારા સૂતો છે કે જાગ, વેવાઈ મારા સૂતો છે કે જાગ
મારા હોસીલા વરરાજે સીમડી ઘેરી માણારાજ
સીમડીએ કાંઈ ચમર ઢોળાવ (૨)
ચમરનો હોંશી વીરો મારો આવ્યો માણારાજ

વેવાઈ મારા સૂતો હોય તો જાગ, વેવાઈ મારા સૂતો હોય તો જાગ
મારા હોસીલા વરરાજે ઝાંપલા ઘેર્યા માણારાજ
ઝાંપે કાંઈ છાંટણાં છંટાવ (૨)
ઠંડકુંનો હોંશી વીરો મારો આવે માણારાજ

વેવાઈ મારા સૂતો હોય તો જાગ, વેવાઈ મારા સૂતો હોય તો જાગ
મારા હોસીલા વરરાજે શેરીયું ઘેરી માણારાજ
શેરીએ કાંઈ ફૂલડાં પથરાવ (૨)
સુગંધીનો હોંશી વીરો મારો આવે માણારાજ

વેવાઈ મારા સૂતો હોય તો જાગ, વેવાઈ મારા સૂતો હોય તો જાગ
મારા હોસીલા વરરાજે માંડવો ઘેર્યો માણારાજ
માંડવડે કાંઈ લાડકી પધરાવ (૨)
લાડકીનો હોંશી વીરો મારો આવે માણારાજ

Contact

Contact details

Address:

Hawai Chowk, Opp. Hatakeshwar Mahadev Temple, Joishar Appartment, Jamnagar

Work Time:

Monday - Saturday from 9am to 5pm

Phone:

+919879895396