Thursday, March 29, 2018

રંગીલા શ્રીનાથજી

મથુરામાં   શ્રીનાથજી   ગોકુળમાં     શ્રીનાથજી
યમુનાજીને  કાંઠે  રમતા  રંગીલા     શ્રીનાથજી

રંગીલા   શ્રીનાથજી    અલબેલા     શ્રીનાથજી
વલ્લભકુળના વહાલા બોલો રંગીલા  શ્રીનાથજી

મધુવનમાં   શ્રીનાથજી    કુંજનમાં     શ્રીનાથજી
વૃંદાવનમાં  રાસે   રમતા  રંગીલા     શ્રીનાથજી

નંદગામ   શ્રીનાથજી    બરસાને      શ્રીનાથજી
કામવનમાં  ક્રીડા  કરતાં  રંગીલા      શ્રીનાથજી

દાનગઢ    શ્રીનાથજી    માનગઢ      શ્રીનાથજી
સાંકડીખોરે  ગોરસ  ખાતા રંગીલા    શ્રીનાથજી

સંકેતમાં   શ્રીનાથજી   વનવનમાં      શ્રીનાથજી
ગહવરવનમાં  રાસે રમતા રંગીલા     શ્રીનાથજી

ગોવર્ધનમાં   શ્રીનાથજી   મારગમાં    શ્રીનાથજી
માનસીગંગામાં મનને હરતા રંગીલા   શ્રીનાથજી

રાધાકુંડ    શ્રીનાથજી      કૃષ્ણકુંડ    શ્રીનાથજી
ચંદસરોવર   ચોકે   રમતા રંગીલા    શ્રીનાથજી

વૃક્ષ  વૃક્ષ  શ્રીનાથજી   ડાળ  ડાળ     શ્રીનાથજી
પત્ર પત્ર ને પુષ્મે  રમતા  રંગીલા      શ્રીનાથજી

આન્યોરમાં  શ્રીનાથજી  ગોવિંદકુંડ     શ્રીનાથજી
અપ્સરાકુંડે  આનંદ  કરતા રંગીલા    શ્રીનાથજી

ગલી ગલી   શ્રીનાથજી   કુંજ કુંજ     શ્રીનાથજી
સુરભિ કુંડે  સ્નાન  કરંતા  રંગીલા     શ્રીનાથજી

મંદિરમાં   શ્રીનાથજી   પર્વત   પર     શ્રીનાથજી
જતીપુરામાં   પ્રકટ  બિરાજે  રંગીલા   શ્રીનાથજી

બિછુવનમાં   શ્રીનાથજી   કુસુમખોર   શ્રીનાથજી
શ્યામઢાંકમાં  છાછ  આરોગે  રંગીલા  શ્રીનાથજી

રુદ્રકુંડ     શ્રીનાથજી     હરજીકુંડ     શ્રીનાથજી
કદમખંડીમાં  ક્રીડા  કરતા  રંગીલા    શ્રીનાથજી

ગામ  ગામ  શ્રીનાથજી  ઠામ  ઠામ     શ્રીનાથજી
ગુલાલ  કુંડે  હોળી   રમતા  રંગીલા   શ્રીનાથજી

નવલકુંડ    શ્રીનાથજી    રમણકુંડ      શ્રીનાથજી
વ્રજવાસીના  વહાલા  બોલો  રંગીલા   શ્રીનાથજી

મથુરામાં   શ્રીનાથજી    ગોકુળમાં      શ્રીનાથજી
યમુનાજીને   કાંઠે  રમતા   રંગીલા     શ્રીનાથજી

Contact

Contact details

Address:

Hawai Chowk, Opp. Hatakeshwar Mahadev Temple, Joishar Appartment, Jamnagar

Work Time:

Monday - Saturday from 9am to 5pm

Phone:

+919879895396