Thursday, March 29, 2018

એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ

એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે
એવું શ્રી  વિઠ્ઠલ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે

પ્રાણ પ્યારું  છે અમને
અતિશય  વહાલું  છે
એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે

પુષ્ટિ  માર્ગ  પ્રગટાવ્યો
દૈત્યોનો તાપ નસાડ્યો
એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે

સેવા   માર્ગ   ચલાવ્યો
ભક્તિ માર્ગ વિકસાવ્યો
એવું શ્રી  વિઠ્ઠલ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે

મેવાડ   મધ્યે   બિરાજે
જેનું સ્વરુપ સુંદર ગાજે
એવું શ્રી શ્રીનાથજીનું  નામ  અમને  પ્રાણ પ્યારું છે

કાંકરોલી મધ્યે બિરાજે
રૂડો રાય સાગર  ગાજે
એવું શ્રી દ્વારકાધીશનું  નામ  અમને  પ્રાણ પ્યારું છે

ગોકુલમાં ગૌધેનચારી
વૃંદાવન કુંજ બિહારી
એવું શ્રી  કૃષ્ણચંદ્રનું   નામ  અમને  પ્રાણ પ્યારું છે

Contact

Contact details

Address:

Hawai Chowk, Opp. Hatakeshwar Mahadev Temple, Joishar Appartment, Jamnagar

Work Time:

Monday - Saturday from 9am to 5pm

Phone:

+919879895396