Thursday, March 29, 2018

વાંકે અંબોડે

વાંકે  અંબોડે  શ્રીનાથજી  ને   સુંદર   શ્યામ  સ્વરુપ
શ્રી  વલ્લભ સુત  સેવા  કરે  એ  શ્રી  ગોકુળના ભૂપ
પાઘ  બાંધે   વાલો  જરકશી  ને  સુંદર  વાઘા  સાર
પટકા  છે  તે  પંચરંગના  સજીયા  તે  સોળે  શૃંગાર

કેસરી   તિલક    સોહામણાં   નાસિકા     વિશ્વાધાર
ચિબુકની   અતિ  કાન્તિ   છે   કંઠે   મોતીના   હાર
હડપચીએ હીરલો ઝગમગે એના તેજ તણો નહીં પાર
અધર બીંબ  એ રસિક છે  ઝળકે  છે  જ્યોત  પ્રકાશ

બાંહે  બાજુબંધ   બેરખા   હરિના  ખિટકીયાળા  કેશ
નીરખ્યાં  ને  વળી નીરખીશું  એનો પાર  ન પામે શેષ
ડાબી બાજુએ ગિરિવર ધર્યો  જેમણે કટિ મધ્યમ ભાગ
કૃપા  કરો    શ્રીનાથજી   મારાં    હૈયાં   ટાઢાં   થાય

પાયે   ઘૂઘરી   રણઝણે   મોજડીએ   મોતીનો    હાર
કૃપા   કરો    શ્રીનાથજી     બલિહારી     માધવદાસ
માધવદાસ  કહે  હરિ  મારું  માંગ્યું  આપો  મહારાજ
લળી  લળીને  કરું  વિનંતિ  મુને   દેજો  વ્રજમાં  વાસ

Contact

Contact details

Address:

Hawai Chowk, Opp. Hatakeshwar Mahadev Temple, Joishar Appartment, Jamnagar

Work Time:

Monday - Saturday from 9am to 5pm

Phone:

+919879895396