Sunday, April 1, 2018

આ દશ આ દશ પીપળો

આ  દશ  આ દશ  પીપળો,   આ  દશ  દાદાનાં  ખેતર
દાદા કાનજીભાઈ વળામણે, દિકરી ડાહ્યાં થઈને રહેજો

ભૂલજો   અમ   કેરી   માયા,   મનડાં   વાળીને  રહેજો
સસરાના  લાંબા   ઘૂંઘટા,    સાસુને   પાહોલે   પડજો

જેઠ  દેખીને ઝીણાં  બોલજો, જેઠાણીના વાદ ન વદજો
નાનો   દેરીડો   લાડકો,   એનાં    તે   હસવાં   ખમજો

નાની  નણંદ  જાશે   સાસરે,  એનાં  માથાં  રે  ગૂંથજો
માથાં  ગૂંથીને  સેંથાં  પૂરજો,   એને  સાસરે  વળાવજો

આ  દશ  આ દશ  પીપળો,   આ  દશ  દાદાનાં  ખેતર
માતા કાશીબેન વળામણે,   દિકરી  ડાહ્યાં થઈને રહેજો

Contact

Contact details

Address:

Hawai Chowk, Opp. Hatakeshwar Mahadev Temple, Joishar Appartment, Jamnagar

Work Time:

Monday - Saturday from 9am to 5pm

Phone:

+919879895396