Sunday, April 1, 2018

આલા તે લીલા વનની વાંસલડી

આલા તે લીલા વનની વાંસલડી એ તો શેરી-શેરીએ વાજંતી જાય
દાદાને  અતિ વહાલાં અમીબેન રે  એ તો પરણીને  સાસરિયે જાય
એક  દિ  રોકાઓ  મારી  દિકરી  રે  તમને  આપું  હું  કાલે   વિદાય
હવે  કેમ   રોકાઉં  મારા  દાદા   રે  સાથ  મારો  સાસરિયાંનો  જાય

આલા તે લીલા વનની વાંસલડી એ તો શેરી-શેરીએ વાજંતી જાય
માતાને  અતિ વહાલાં અમીબેન રે  એ તો પરણીને  સાસરિયે જાય
એક   દિ  રોકાઓ  મારી  કુંવરી રે  તમને  આપું   હું   કાલે  વિદાય
હવે  કેમ   રોકાઉં  મારી  માડી   રે  સાથ  મારો  સાસરિયાંનો  જાય

આલા તે લીલા વનની વાંસલડી એ તો શેરી-શેરીએ વાજંતી જાય
વીરાને  અતિ વહાલાં  અમીબેન રે  એ તો પરણીને  સાસરિયે જાય
એક  દિ  રોકાઓ  મારી  બેની  રે  તમને   આપું   હું  કાલે  વિદાય
હવે   કેમ  રોકાઉં  મારા   વીરા  રે  સાથ  મારો  સાસરિયાંનો  જાય

આલા તે લીલા વનની વાંસલડી એ તો શેરી-શેરીએ વાજંતી જાય

Contact

Contact details

Address:

Hawai Chowk, Opp. Hatakeshwar Mahadev Temple, Joishar Appartment, Jamnagar

Work Time:

Monday - Saturday from 9am to 5pm

Phone:

+919879895396