પ્રભુતામાં પગલાં પાડતા બેની પિયર છોડી જાઓને,
સાસરીયામાં સંપીને રહેજો, સાસરીયાંના મારગે
માતાએ જન્મ આપી દીધો,
પિતાએ લાડ લડાવી દીધાં (2) પ્રભુતામાં...
કાકાએ કંકોતરી છપાવી દીધી,
કાકીએ નાત જમાડી દીધી (2) પ્રભુતામાં...
મામાએ મોસાળાં ભરાવી દીધાં,
મામીએ ગીતડાં ગાઈ દીધાં (2) પ્રભુતામાં...
વીરાએ જવતલ હોમી દીધાં,
ભાભી / બેનીએ તમને વળાવી દીધાં (2) પ્રભુતામાં...