Sunday, April 15, 2018

દાદા ગાલીચા પથરાવો

દાદા ગાલીચા પથરાવો આપણ દીવાનખાનામાં, (2)
ગાલીચા પથરાવોને જોષી તેડાવો, (2)
જોષી લેખ વંચાવો આપણા દીવાનખાનામાં,
દાદા ગાલીચા...

ગાલીચા પથરાવોને કાકાને તેડાવો, (2)
કાકા લગનીયા લખાવો આપણા દીવાનખાનામાં,
દાદા ગાલીચા...

ગાલીચા પથરાવોને મામાને તેડાવો, (2)
મામા મોસાળા લઈ આવો આપણા દીવાનખાનામાં,
દાદા ગાલીચા...

ગાલીચા પથરાવોને વીરાને તેડાવો, (2)
વીરા હોંશે હોંશે આવો આપણા દીવાનખાનામાં,
દાદા ગાલીચા...

Contact

Contact details

Address:

Hawai Chowk, Opp. Hatakeshwar Mahadev Temple, Joishar Appartment, Jamnagar

Work Time:

Monday - Saturday from 9am to 5pm

Phone:

+919879895396