આંગણીયા સજાવો આજ તોરણ બંધાવો (2)
હે, જી... ઢોલીડા વગડાવો આજ
..... (ચોઘડિયા ગગડાવો)
ઘીન ઘીન વાગે ઢોલને શરણાઈ મીઠી વાગે
ચોકે બાંધ્યા ચંદરવાને રૂમઝૂમ ઝાંઝર વાગે
હે જી છાંટણીયા છંટાવ્યા આજ તોરણ બંધાવો
..... (ચોઘડિયા ગગડાવો)
મહેકી ઉઠ્યો માંડવડો ને મંગળ ગીત ગવાય
એક મેકના મન મળે ને હૈયે સહુ હરખાય
હે.. જી ફૂલડેથી વધાવો આજ તોરણ બંધાવો
..... (ચોઘડિયા ગગડાવો)
હે, જી... ઢોલીડા વગડાવો આજ
..... (ચોઘડિયા ગગડાવો)
ઘીન ઘીન વાગે ઢોલને શરણાઈ મીઠી વાગે
ચોકે બાંધ્યા ચંદરવાને રૂમઝૂમ ઝાંઝર વાગે
હે જી છાંટણીયા છંટાવ્યા આજ તોરણ બંધાવો
..... (ચોઘડિયા ગગડાવો)
મહેકી ઉઠ્યો માંડવડો ને મંગળ ગીત ગવાય
એક મેકના મન મળે ને હૈયે સહુ હરખાય
હે.. જી ફૂલડેથી વધાવો આજ તોરણ બંધાવો
..... (ચોઘડિયા ગગડાવો)