Sunday, April 8, 2018

આવીરે વેવાઈની જાન

આવી રે વેવાઈની જાન, વરરાજા દેખાણા, (2)
મસ્તીમાં સૌ છે ગુલતાન જાનૈયા દેખાણા,
આવી રે......

વરના કાકાને વરના મામા, પહેરી ઉભા જરકસી જામા, (2)
જોવા ઉમટ્યુ લોક તમામ, જાનૈયા દેખાણા,
આવી રે......

વરની માંતો લાગે સદ્ધર, વાજા વાગેને ચાલે અધ્ધર, (2)
સહુને આપે એવા માન, વરરાજા દેખાણા,
આવી રે......

ઢોલ નગારાને ત્રાંસા વાવે, સંગે શરણાયુના શુરો ગાજે, (2)
ભલે પધાર્યા આજ મહેમાન, જાનૈયા દેખાણા,
આવી રે......

ઘુસળ મુસળ ત્રાક રવાઈ, સાસુએ પોખ્યા આજ જમાઈ, (2)
નાક તાણી કહે રાખજો ભાન, વરરાજા દેખાણા,
આવી રે......

Contact

Contact details

Address:

Hawai Chowk, Opp. Hatakeshwar Mahadev Temple, Joishar Appartment, Jamnagar

Work Time:

Monday - Saturday from 9am to 5pm

Phone:

+919879895396