વરમોતીનો ઝુમખો કન્યા મોતીનો દાણો રે,
કન્યા કાગળ મોકલે, તમે રાયવર વ્હેલા આવો રે...
હું કેમ આવું મારા દાદાજી રિસાયા રે,
તમારા દાદાને સાફો પહેરામણી સાથે તેડી લાવો રે,
તમે રાયવર વ્હેલા આવો રે...
હું કેમ આવું મારા માતાજી રિસાયાં રે,
તમારા માતાને સેલા પહેરામણી સાથે તેડી લાવો રે
તમે રાયવર વ્હેલા આવો રે...
હું કેમ આવું મારા વીરાજી રિસાયા રે
તમારા વીરાને સુટ પહેરામણી સાથે તેડી આવોને,