એક ભર જોબનીયામાં બેઠાં.... બેનીબા,
દાદાએ હસીને બોલાવીયારે,
દિકરી તમારી દેહ રે દુબળી કાંરે આંખલડી જળે ભરી
નથી રે દાદાજી અમ દેહ દુબળાં
નથી રે આંખલડી જળે ભરી રે....
કેવો તે વર તમને ગમશે બેનીબા (2)
એક ઉંચો તે વર ના ગોતો દાદાજી
ઉંચો તે નિત્ય નેવા ભાંગે રે લોલ
એક નીચો તે વર ના જોશો દાદાજી
નીચો તે નિત ઠેબે આવે રે લોલ
એક કાળો તે વર ના જોશો દાદાજી
કાળો તે કુટુંબ લજાવે રે લોલ.
એક ગોરો તે વર ના જોશો દાદાજી
ગોરાને નિત્ય નજરૂંલાગે રે લોલ.
એક કેડે પાતળીયોને મુખે શામળિયો
એવો મારી સૈયરે વખાણીયો
એક પાણી ભરતી પનિહારીએ વખાણીયો
ભલો રે વખાણ્યો મારી ભાભીએ
દાદાએ હસીને બોલાવીયારે,
દિકરી તમારી દેહ રે દુબળી કાંરે આંખલડી જળે ભરી
નથી રે દાદાજી અમ દેહ દુબળાં
નથી રે આંખલડી જળે ભરી રે....
કેવો તે વર તમને ગમશે બેનીબા (2)
એક ઉંચો તે વર ના ગોતો દાદાજી
ઉંચો તે નિત્ય નેવા ભાંગે રે લોલ
એક નીચો તે વર ના જોશો દાદાજી
નીચો તે નિત ઠેબે આવે રે લોલ
એક કાળો તે વર ના જોશો દાદાજી
કાળો તે કુટુંબ લજાવે રે લોલ.
એક ગોરો તે વર ના જોશો દાદાજી
ગોરાને નિત્ય નજરૂંલાગે રે લોલ.
એક કેડે પાતળીયોને મુખે શામળિયો
એવો મારી સૈયરે વખાણીયો
એક પાણી ભરતી પનિહારીએ વખાણીયો
ભલો રે વખાણ્યો મારી ભાભીએ