Sunday, April 15, 2018

ઉંચી મેડીને નીચા ઓરડા

ઉંચી મેડીને નીચા ઓરડા,
મારે આંગણે સોનાનો સૂરજ ઉગીયો,
કોઈ બહેનાને શણગારો અને સોનેથી મઢાવો,
મારે ટોડલે પોપટીયો ટહૂકીયો,

ભાલે કુમકુમ ટીલડી એના અંગેઅંગ સજાવો,
રૂપ ખીલ્યું જાણે ચાંદની આજે મંગળ ગીતો ગાવો,
હાથે મહેંદી મૂકાવો પગની પાની રંગાવો,
મારે આંગણે...

પિયરનું પારવડું આજે સાસરે ઉડી જાશે
સહિયરની માયા છોડીને સાસરે વિદાશે,
કંકુ ચોખાથી વધાવો આજ સાકયરું વેચાવો,
મારે આંગણે...

Contact

Contact details

Address:

Hawai Chowk, Opp. Hatakeshwar Mahadev Temple, Joishar Appartment, Jamnagar

Work Time:

Monday - Saturday from 9am to 5pm

Phone:

+919879895396