Sunday, April 15, 2018

જી રે રણઝણ કરતો ભમરો

જી રે રણઝણ કરતો ભમરો ઉડીયો (2)
જી રે જઈ બેઠો કંકુડાના, થડ રે વાડીના ભમરા,
દ્રાક્ષ મીઠીને સાકર શેરડી (2)

જી રે આટલા તે કંકુ દાદા શીદ ઓર્યા
જી રે આપણે ઘેર...... બેનના, વિવાહ વાડીના ભમરા,
દ્રાક્ષ મીઠીને સાકર શેરડી (2)

જી રે આટલા તે ચોખા દાદા શીદ ઓર્યા
જી રે આપણે ઘેર...... બેનના, વિવાહ વાડીના ભમરા,
દ્રાક્ષ મીઠીને સાકર શેરડી (2)

જી રે આટલા તે નાળીયેર મામા શીદ ઓર્યા,
જી રે આપણે ઘેર...... બેનના, વિવાહ વાડીના ભમરા,
દ્રાક્ષ મીઠીને સાકર શેરડી (2)

જી રે આટલી સોપારી વીરા શીદ ઓરી,
જી રે આપણે ઘેર...... બેનના, વિવાહ વાડીના ભમરા,
દ્રાક્ષ મીઠીને સાકર શેરડી (2)

Contact

Contact details

Address:

Hawai Chowk, Opp. Hatakeshwar Mahadev Temple, Joishar Appartment, Jamnagar

Work Time:

Monday - Saturday from 9am to 5pm

Phone:

+919879895396