.......... બેનીની છાબ આવી, ચાલો જોવા જઈએ રે,
છાબમાં તો શું શું લાવ્યા, ચાલો જોવા જઇએ રે,
છાબમાં તો સેલા લાવ્યા, ચાલો જોવા જઈએ રે,
મોટા ઘરની...
છાબમાં તો શું શું લાવ્યા, ચાલો જોવા જઇએ રે,
છાબમાં તો હિરલા લાવ્યા, ચાલો જોવા જઈએ રે,
મોટા ઘરની...
છાબમાં તો શું શું લાવ્યા, ચાલો જોવા જઇએ રે,
છાબને ફૂલડેથી વધાવી, ચાલો જોવા જઈએ રે,