Sunday, April 8, 2018

મારા નખના પરવાળા જેવી ચૂંદડી

રંગ રે કસુંબલ મેંતો કેસૂડાનો લીધો,
લીલો તે રંગ વનની વનરાયુએ દીધો,
ઓ.. હો.. પીળો તે રંગ જોને ઉગતી પૂનમનો
તારલીય ટાંકી નવરંગ ચૂંદડી...
મારા નખના પરવાળા જેવી ચુંદડી,
મારી ચુંદડીનો રંગ રાતો હો લાડલી,
ઓઢોને સાહયબ જાદી ચૂંદડી....
ગામને સિમાડે કરશું સામૈયાં તમારા અંતરને ઓરડે દેશું રે ઉતારા
ઓ.. હો.. જે દી વાજા વગડાવો માંડવડે આવો
તે દી ઓઢું હું સાહયબા ચૂંદડી......
જો જો ના ખેલ કોઈ વસમો ન ખેલતાં,
મારી ચુંદડીને પાછી નવ ઠેલતાં,
ઓ...હો... તારા રૂદિયાની રાની બોલે બંધાણી
નહિ રે ઓઢું હું કોઈની ચુંદડી....
ઈ રે ચુંદલડીમાં વરણાંગી પ્રિત છે હો... હો.. (2)
વરણાંગી પ્રિત એમા વાલમ કેરી પ્રિત છે (2)
પ્રિતલડી હોય હોય પ્રિતલડી, પ્રિતલડી મારી,
સમજુ સમજુના સમજાય, કે મારા.....

Contact

Contact details

Address:

Hawai Chowk, Opp. Hatakeshwar Mahadev Temple, Joishar Appartment, Jamnagar

Work Time:

Monday - Saturday from 9am to 5pm

Phone:

+919879895396