Sunday, April 15, 2018

આસોપાલવ બંધાવો

આસોપાલવ બંધાવો, લીલા તોરણ સજાવો (2)
સહુ સ્નેહીજનોના સથવારે, આજ શુભ દિન મનાવો,
આસોપાલવ...

બેનીના દાદાજી આવ્યા (2)
બેનના માતાનું મુખ મલકે હૈયે હરખના માય,
આસોપાલવ...

બેનીના કાકાજી આવ્યા (2)
આજે ભત્રીજી પરણેને, કાકી મુખલડે મલકાય,
આસોપાલવ...

બેનીના મામાજી આવ્યા (2)
આજે ભાણેજડી પરણેને, મામી મુખલડે મલકાય,
આસોપાલવ...

Contact

Contact details

Address:

Hawai Chowk, Opp. Hatakeshwar Mahadev Temple, Joishar Appartment, Jamnagar

Work Time:

Monday - Saturday from 9am to 5pm

Phone:

+919879895396