Sunday, April 15, 2018

તું બંધાઈ જા બંધનમાં

તું બંધાઈ જા બંધનમાં (2)
સાસરીયાના સંગમાં, સંસાર તણા બંધનમાં...

માતા છોડો, પિતા છોડો, છોડો મોટાબાનો સાથ,
મોંઘુ પિયર છોડો બેની જાવું સાસુ સસરાના સંગમાં,
તું બંધાઈ જા બંધનમાં....

કાકા છોડો, કાકી છોડો, છોડી દો ફૈબાનો સાથ,
મોંઘુ કુટુંબ છોડો બેની, જાવું જેઠ - જેઠાણીના સંગમાં,
તું બંધાઈ જા બંધનમાં....

મામા છોડો, મામી છોડો, છોડી દો માસીબાનો સાથ,
મોંઘુ મોસાળ છોડી બેની, જાવું દેર - દેરાણીના સંગમાં,
તું બંધાઈ જા બંધનમાં....

વીરા છોડો, ભાભી છોડો, છોડો બેનીબાનો સાથ,
મોંઘુ સૈયર છોડો બેની, જાવું નણંદબાના સંગમાં,
તું બંધાઈ જા બંધનમાં....

Contact

Contact details

Address:

Hawai Chowk, Opp. Hatakeshwar Mahadev Temple, Joishar Appartment, Jamnagar

Work Time:

Monday - Saturday from 9am to 5pm

Phone:

+919879895396