કોઈ લીલી પીળી ભાતના ચંદરવા બંધાવો,
આજ શુભ દિન આવ્યો મારેઆંગણીયે….
કંકુ છાંટીને મે તો લખી રે કંકોતરી,
ગણેશ સાથે મારી અંબામાને નોતરી,
આજે લગન લીધાં છે મારે આંગણીયે…
સાવ રે સોનાની મે તો ટીલડી ઘડાવી,
નવ નવ રત્નોથી એને રે જડાવી,
પહેરી લાડલી બેની જાશે એને સાસરિયે….
મોર પોપટની ભરેલ મે તો ચૂંદડી,
એના પાલવડે કેવી ચમકે છે ટીલડી,
પ્હેરી લાડલી બેની જાશે એને સાસરિયે…