Sunday, April 15, 2018

ઉંચા તે ઉંચા દાદા

ઉંચા તે ઉંચા દાદા ગઢડા ચણાવો,
ગઢઠી ઉંચેરા ગઢના કાંગરા રે,
કાંગરે ચડીને મારા બેનીબાએ જોયું,
આવતા દીઠા રે વરરાજીયા રે...
ઉંચા....

વરના જાનૈયા દાદા ઓરડે ઉતારો,
મેડીના મોલે વરરાજીયા રે..
ઉંચા...

વરના જાનૈયા દાદા, પાણીએ નવડાવો,
દૂધને નવડાવો વરરાજીયા રે...
ઉંચા...

વરના જાનૈયા દાદા લાપસી જમાડો,
છૂટા કંસારે વરરાજીયા રે...
ઉંચા...

Contact

Contact details

Address:

Hawai Chowk, Opp. Hatakeshwar Mahadev Temple, Joishar Appartment, Jamnagar

Work Time:

Monday - Saturday from 9am to 5pm

Phone:

+919879895396