Sunday, April 8, 2018

આજ આવ્યા રે આવ્યા ભલે

આજ આવ્યા રે આવ્યા ભલે મોંઘેરા મહેમાન,
મોંઘા મહેમાન રૂડા કરીએ સન્માન, (2)
આજ આવ્યા રે.....

આજ અવસર અનેરો, અમ આંગણે રે લોલ,
લીલા તોરણ બંધાવ્યા અમે બારણે રે લોલ,
પડ્યા પગલા તમારાને વધી ગઈ શાન, (2)
આજ આવ્યા રે.....

ભલે સાજન માજન સૌ આવ્યા રે લોલ,
કંકુ ચોખલીયે આપને વધાવીયા રે લોલ,
આજ માંડવડે દિપી ઉઠી લાખેલી જાન, (2)

ઉંચ આસનીયે દેશુ અમે બેસાના રે લોલ,
દેશુ સુગંધી ફુલ વાયુ વિંઝણા રે લોલ,
આજ રૂકમણીને લેવા આવ્યો કોડીલો કાન, (2)
આજ આવ્યા રે.....

Contact

Contact details

Address:

Hawai Chowk, Opp. Hatakeshwar Mahadev Temple, Joishar Appartment, Jamnagar

Work Time:

Monday - Saturday from 9am to 5pm

Phone:

+919879895396