Friday, April 6, 2018

શ્રી લોટાની થાળી કરમા જળ

વરરાજને પોંખવા કાજે સાસુ ઉંબરે જાય
શ્રીલોટાની થાળી કરમાંજળ ભરી છલકાય

પેલે પોંખણે રવાયે પોંખે છે, એવો રવાયે કોણ કોણ સાહે છે
પેલે પોંખણે વરરાજાની ભ્રમર ફરકાય
શ્રીલોટાની થાળી...

બીજે પોંખણે ધોંસરીએ પોંખે છે, એવી ધોંસરીએ દોરે સાહે છે
બીજે પોંખણે વરરાજાનું મુખડું મલકાય
શ્રીલોટાની થાળી...

ત્રીજું પોખણું તરાકે પોંખે છે, એવી તરાકે રેંટિયો સાહે છે
ત્રીજે પોંખણે વરરાજનો સાફો ઝળહરે છે
શ્રીલોટાની થાળી...

ચોઠે પોંખણે પીંડીએ સાહે છે, એવી પીડીંએ હાથ સાહે છે
નાક તાણીને પીંડી ઉતારી ચારે દિશા ફેંકાય
શ્રીલોટાની થાળી...

Contact

Contact details

Address:

Hawai Chowk, Opp. Hatakeshwar Mahadev Temple, Joishar Appartment, Jamnagar

Work Time:

Monday - Saturday from 9am to 5pm

Phone:

+919879895396